MORBI:વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમના કારણે અમને નવી ઇન્કવાયરીઓ મળી છે તેમજ નવા રોકાણો મળશે-રવિભાઈ કડીવાર

‘વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમના કારણે અમને નવી ઇન્કવાયરીઓ મળી છે તેમજ નવા રોકાણો મળશે-રવિભાઈ કડીવાર
‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકટ’ કાર્યક્રમ અન્વયે મોરબી ખાતે યોજાઇ રહેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન અન્વયે વિવિધ સ્ટાર્ટ-અપ તેમજ ઇનોવેટિવ આઇડિયા સાથે લોકો દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે મોજાની વેરાઈટીઓ બનાવતા મહાદેવ કૃપા ટેક્સક્નીટ એલએલપીના રવિભાઈ કડીવારે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર દ્વારા જે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેનાથી અમારા જેવા નાના ઉદ્યોગકારોને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. આ કાર્યક્રમ થકી અમને ખૂબ લાભ થવાનો છે કારણ કે આ ‘વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમના કારણે અમને નવી ઇન્કવાયરીઓ મળી છે તેમજ નવા રોકાણો મળશે. આ પ્રકારના કાર્યક્રમનો સીધો લાભ અમારા જેવા નાના ઉદ્યોગોકારોને થાય છે. રાજ્ય સરકાર દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ પ્રકારના કાર્યક્રમમાં હવે હું સહભાગી બનીશ જેથી મને નવા સંપર્કો મળશે અને મારી પ્રોડક્ટ છે સોક્સ કેટેગરી તેના માટે મને એક વિશાળ માર્કેટ મળશે. જે થકી હું મારી પ્રોડક્ટ માટે માર્કેટિંગનું વિસ્તરણ કરી શકીશ અને મારા આ બિઝનેસને લાર્જ સ્કેલ ઉપર લઈ જઈ શકીશ.
ઉલ્લેખનીય છે કે, રવિભાઈ કડિવારની મહાદેવકૃપા ટેક્સક્નીટ એલએલપી ૨૦૧૬ થી કાર્યરત છે. તેમની કંપની દ્વારા વિવિધ પ્રકારના કંફર્ટ ઝોનના સોક્સનું મેનુફેક્ચરીંગ કરવામાં આવે છે.








