GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઇન ૧૪૫૬૭ માં ફરજ બજાવતા રાજદીપ પરમાર નો શિવાલય આશ્રમ દ્વારા જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી

વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઇન ૧૪૫૬૭ માં ફરજ બજાવતા રાજદીપ પરમાર નો શિવાલય આશ્રમ દ્વારા જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી

મોરબી અને રાજકોટ જિલ્લા વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઇન ૧૪૫૬૭ ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર કે જેવો વરિષ્ઠ નાગરિકને કપરા સંજોગોમાં સાથ સહકાર સાથે મદદ પૂરી પાડે છે વરિષ્ઠ નાગરિક ને પોતાના ઘર જેવો આશરો પણ પૂર્ણ કરે છે તેમનો જન્મ દિવસ હતો, જેમાં સુરેન્દ્રનગર ખાતે આવેલ શિવાલય આશ્રમ ના વરિષ્ઠ નાગરિક તથા આશ્રમ માં રહેતા લોકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજદીપ પરમાર દ્વારા કેક કાપી અને આશ્રમમાં રહેતા લોકો ને નાસ્તો કરાવી વરિષ્ઠ નાગરિક ના આશીર્વાદ મેળવી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી. જેમાં સુરેન્દ્રનગર ના શિવાલય આશ્રમ ના ટ્રસ્ટી શ્રી નીતાબેન જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]








