MORBI:યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૈદહીં ફાર્મ ખાતે સંકલ્પ નવરાત્રિનું આયોજન : તમામ જ્ઞાતિની બેહનો માટે ફ્રી એન્ટ્રી

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૈદહીં ફાર્મ ખાતે સંકલ્પ નવરાત્રિનું આયોજન : તમામ જ્ઞાતિની બેહનો માટે ફ્રી એન્ટ્રી
મોરબીમાં સમાજ ઉપયોગી થવા માટે સતત ક્રિએટિવ પ્રવૃતિઓમાં સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે છેલ્લા 14 વર્ષ યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આ વર્ષે નવી જગ્યાએ એટલે કે ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ અર્વાચીન રાસોસ્તવમાં ખાસ કરીને તમામ સમાજની બહેનો મુક્તપણે એકદમ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રાસ ધૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વચની અને તમામ જ્ઞાતિની મહિલાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે. આગામી 15 ઓકટોબરથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આ વર્ષે સલામત માહોલમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે. આયોજન અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, દરેક સમાજની બહેનો મુક્તપણે રાસ ગરબા રમી શકે તેવું સુંદર આયોજન કરાયું છે. તમામ જ્ઞાતિની બહેનો આ સંકલ્પ નવરાત્રીમાં વિનામૂલ્યે રાસ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરશે. આ ઉપરાંત હાર્ટ એટેકના કેસોને ધ્યાને લઇ એક એમ્બ્યુલન્સ મેડિકલ ટીમ સાથે સ્થળ ઉપર જ રાખવામાં આવશે તેમજ સંકલ્પ નવરાત્રી મહોત્વમાં દરરોજ અલગ અલગ ડોક્ટરો દ્વારા હેલ્થ અવરનેશના કાર્યક્રમો યોજાશે. એટેક આવે ત્યારે કેવી રીતે સારવાર આપવી તેનો ડેમો પણ દર્શાવામાં આવશે. તેમજ બહેનોની સુરક્ષા માટે ખાસ મહિલા બાઉન્સરો પણ ખડેપગે રહેશે. એટલે એકદમ સુરક્ષિત વાતાવરણમાં તમામ સમાજ બહેનો મુત્તમને રાસ ગરબે ઝૂમી શકે એવું અનેરું આયોજન ગોઠવ્યું છે. આ ઉપરાંત ખેલૈયા માટે વિવિધ ગરબા સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ અર્વાચીન રાસોસત્વના આયોજનની સાથે યુવાનોમાં દેશ ભક્તિ જાગૃત થાય તેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે. દેવેનભાઈ રબારી દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનો દરેક સમાજના લોકો અને ખાસ કરીને બેહનોએ લાભ લેવા જાહેર અનુરોધ કર્યો છે.








