
મોરબી-૨ જવાહર સોસા.ના રહેણાંક મકાનમાંથી મીની જુગાર ક્લબ ઝડપાઇ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીના રહેણાંક મકાનમાં ચાલતી મીની જુગાર ક્લબ ઝડપાઇ હતી. જેમાં જુગાર રમતા સંચાલક સહીત સાત જુગારીને અડધા લાખના રોકડ અને મોબાઇલના મુદામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી-2 ના ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી મીની જગાર ક્લબ ચલાવતા હોવાની બાતમીને આધારે મોરબી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા જુગાર રમતા ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણા ઉવ-૬૭ રહે. ભડીયાદ રોડ, જવાહર સોસાયટી, દિનેશભાઇ કેશુભાઇ પરમાર ઉવ-૩૮ રહે. લક્ષ્મીનગર ઓમપાર્ક સોસાયટી, રાજુભાઇ તેજાજી રાઠોડ ઉવ-૨૦ રહે. ભડીયાદ જંગ્લેશ્વર મંદિરની બાજુમાં, રધુભાઇ લાખાભાઇ જોગડીયા ઉવ-૫૮ રહે.જવાહર સોસાયટી ભડીયાદ રોડ, વિનોદભાઇ ચકુભાઇ અધારા ઉવ-૫૦ રહે.ભડીયાદ રોડ જવાહર સોસાયટી, કરશનભાઇ પ્રેમજીભાઇ સાવરીયા ઉવ-૪૮ રહે. જવાહર સોસાયટી ભડીયાદ રોડ, મુળજીભાઇ સામજીભાઇ વધોરા ઉવ-૩૯ ધંધો રહે.ભડીયાદ રોડ રામદેવનગરને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨૯,૬૭૦/- તેમજ મોબાઇલ ફોન ૭ નંગ કિ.૨૧,૦૦૦/- કુલ રૂ.૫૦,૬૭૦/-ના મુદામાલ સાથે તમામ આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.








