GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સોશ્યલ મીડિયામાં વિડીયો બનાવી ધારાસભ્યને ગાળો-આપનાર આરોપી ઝડપાયો

MORBI:મોરબી સોશ્યલ મીડિયામાં વિડીયો બનાવી ધારાસભ્યને ગાળો-આપનાર આરોપી ઝડપાયો

મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને એક ઇસમ દ્વારા સોશ્યલ મીડિયામાં વિડીયો બનાવી ગાળો આપી ગર્ભિત ધમકી આપવામાં આવી હોય જે બનાવ મામલે ભાજપ કાર્યકરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચલાવી છે


મોરબીની અવની ચોકડીએ રહેતા ભાજપ કાર્યકર જયદીપ દેત્રોજાએ આરોપી મહેશ બોરીચા રહે મોરબી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તા. ૦૫-૧૦-૨૦૨૩ ના રોજ સવારે સાડા દશેક વાગ્યે સામાકાંઠે આવેલ સર્કીટ હાઉસ પાસે ગયો હતો અને ત્યાં મોબાઈલમાં ઇન્સટાગ્રામ આઈડી જોતા હોય ત્યારે એક ઇન્સટાગ્રામ આઈડી mahesh_boricha_480 નામના આઈડી પરથી એક માણસ મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મારે તને મળવું છે કહીને બીભત્સ ગાળો આપી ગર્ભિત ધમકી આપતો હોય જેથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કરી બનાવ અંગે જાણ કરી હતી અને પાર્ટીમાં થયેલ ચર્ચા મુજબ ભાજપ કાર્યકર તરીકે ઈન્સટાગ્રામ આઈ.ડી. વાળા મહેશ બોરીચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતીજે ફરિયાદને પગલે બી ડીવીઝન પીઆઈ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી મોહન ઉર્ફે મહેશ ઉર્ફે પપ્પુ ભુપતભાઈ કાતડ નામના ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button