
24 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પટોસણ નિવાસી માતુશ્રી કુસુમબેન બાબુલાલ નાગરદાસ શાહ ના સુપુત્ર મુમુક્ષુ પંકજભાઈ બાબુલાલ શાહ તારીખ:18 /1/23 જગાણા મુકામે દીક્ષા લેવાના હોઈ તે પ્રસંગે તેમના વતન પટોસણ ગામે તારીખ: 20-21 ડિસેમ્બર 2023 ના રોજ એમનો સન્માન સમારોહ, શોભાયાત્રા અને પ.પૂ.આ.ભ.શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજ સાહેબનું સામૈયું તથા એમનું પ્રવચન કાર્યક્રમો થયા. જેને સમગ્ર જૈન શ્રેષ્ઠિઓ, પટોસણ કેળવણી મંડળ, માધ્યમિક અને પ્રાથમિક શાળાના સ્ટાફે હર્ષોલ્લાસથી કાર્યક્રમને સફળ બનાવ્યો.માતુશ્રી જે.આર.વિદ્યાલય,પટોસણમાં 5 લાખ રૂપિયાનું માતબર દાન આપી ગામ પ્રત્યેનું ઋણ અદા કર્યું તે બદલ મુમુક્ષુ પંકજભાઈ શાહ સાહેબ નો ગ્રામજનો અને પટોસણ કેળવણી મંડળ ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માને છે. આ પ્રસંગ દરેકના હૃદયમાં તથા માનસપટમાં ચીરસ્મરણીય રહેશે.





