
MORBI:મોરબી રાસ-ગરબા હરીફાઈમાં સાર્થક વિદ્યા મંદિર જિલ્લા કક્ષાએ ઝળક્યું
મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ કચેરી દ્વારા સંચાલિત નવરાત્રી રાસ-ગરબા હરીફાઈ– 2023/24 માં સાર્થકવિદ્યામંદિર જિલ્લા કક્ષાએ ઝળક્યું
પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબાની બન્ને મંડળીઓએ જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર મેળવીને રાજયકક્ષા માટે પસંદગી પામેલ છે

હવે આગામી દિવસોમાં વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં GMDC ગ્રાઉન્ડ ( અમદાવાદ )ખાતે પોતાનું પર્ફોર્મન્સ આપશે.
આ સ્પર્ધા માટે માર્ગદર્શક શિક્ષક – રવિરાજભાઈ પૈજા અને સહાયક શિક્ષકો પાવનભાઈ રામાનુજ, પલ્લવીબેન કણસાગરા, રક્ષાબા ઝાલા, રીતુબેન સારેસા, દિક્ષિતિભાઈ રાવલ, મયંકભાઇ રાધનપુરા તેમજ શૃંગાર માટે કણસાગરા પ્રિયાબેન, વડાવિયા હેમાંગીબેન વગેરે ટિમ- સાર્થકના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
[wptube id="1252022"]








