MORBI:મોરબી-રાજકોટ ડેમુ ટ્રેન ફરીથી ચાલુ કરવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લેખીત રજૂઆત કરી

મોરબી-રાજકોટ રૂટની ડેમુ ટ્રેન પહેલા ચાલુ હતી જે રેલ્વે વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે તો પ્રજા સુખાકારી માટે મોરબી-રાજકોટ ડેમુ ટ્રેન ફરીથી ચાલુ કરવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા વેસ્ટર્ન રેલ્વે મુંબઈ કચેરીના મેનેજરને લેખીત રજૂઆત કરવામાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી, રેલ્વેમંત્રી તથા કચ્છ-મોરબીના સાંસદને આ રજૂઆતની નકલ રવાના કરવામાં આવી છે.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી ઔદ્યોગીક શહેર છે. જેથી મજુરો અને કામદારની હેરાફેરી વધારે હોય છે મોરબીથી રાજકોટ ઘણાં કર્મચારી-વેપારી આવન જાવન કરે છે તેવી રીતે રાજકોટથી સીરામીકમાં નોકરી માટે ઘણાં કામદારો આવન જાવન કરે છે મોરબીથી રાજકોટનુ ભાડુ રૂપિયા પંદર છે જેથી દરેક વ્યકિતને ફાયદો થાય છે હવે સરકાર નવા નવા રેલ્વે સ્ટેશન બનાવે છે પરંતુ મોરબીમાં ગાડીયો ચાલતી નથી. સવારે-બપોરે- સાંજે મોરબી રાજકોટ ઇલેકટ્રીક ડેમુ ટ્રેઇન શરૂ થવી જોઇએ આ ટ્રેઇન જો માળીયા સુધી લંબાવવામાં આવેતો ધણી વ્યકિતને લાભ થાય સરકાર માલગાડી દોડાવે છે પરંતુ પ્રજાની સુખાકારી માટે કોઈ પ્રયત્ન કરતી નથી તેવુ પ્રજાના મનમાં લાગી રહયું છે. બસમાં વ્યકિત રાજકોટ અવાન-જાવન કરેતો સો રૂપિયા લાગે છે ત્યારે ડેમુ ટ્રેનમાં ત્રીસ રૂપિયામાં આવન જાવન થઇ શકે છે. પહેલાં ચાલુ હતી હવે શા માટે બંધ કરી તે પ્રજાને સમજાતુ નથી તેથી પ્રજાના હીત માટે મોરબી-રાજકોટ ટ્રેઇન શરૂ કરવી જરૂરી છે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી.








