GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી : પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમનું યોજાયો

મોરબી :મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમનું યોજાયો

મોરબીની મચ્છુ નદીની સઘન સફાઈ ઝુંબેશ અને સફાઈ અભિયાન માટે ૪૦ લાખના ખર્ચે ૫ ટ્રેક્ટર અને ટ્રોલીનો લોકાપર્ણ, નટરાજ ફાટક ખાતે ઓવરબ્રિજના મંજુર થયેલ ૩૫ કરોડનો ચેક આર એન્ડ બી વિભાગને સોપવાનો ત્રિવિધ કાર્યક્રમ આજે મોરબી ખાતે યોજાયો હતો જેમાં જીલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે લોકાપર્ણ સમારોહમાં કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે તેઓ સતત ૭ મહિનાથી કામ કરી રહ્યા છે અને આગામી ૩ મહિનામાં પરિણામ જોવા મળશે કામોમાં ક્વોલીટી હશે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ નહિ થાય તેની જાહેરમાં ખાતરી આપી હતી તો સફાઈ કામદારો બાબતે જણાવ્યું હતું કે હાલ ૨૮૦ કામદારો છે અને વધુ ૪૦૦ રાખવા છે પરંતુ સફાઈ કામદારો પણ પોતાની ફરજ સારી રીતે નિભાવે તેવી ટકોર કરી હતી

  •  તો નટરાજ ફાટક ઓવરબ્રિજ ના ટેન્ડર અંગે જણાવ્યું હતું કે ટેન્ડર ભરે તે કામની ક્વોલીટીને ખાસ ધ્યાનમાં રાખે ટકાવારી લેવાની નથી તેવું જાહેરમાં કહ્યું હતું અને કોન્ટ્રાકટર કમાઈ તેમાં વાંધો નથી પરંતુ કામમાં ક્વોલીટી તો જોશે જ તેમ ઉમેર્યું હતું જયારે જીલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માટે ટ્રોલી લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો છે તેમજ નવા બ્રીજ માટે ૩૫ કરોડ આર એન્ડ બી વિભાગને ફાળવવામાં આવ્યા હતા મોરબી સ્વચ્છ રહે માટે લોકાપર્ણ કરાયું હતું આ તકે સફાઈ કર્મચારીને અભિનંદન પાઠવી વંદન કર્યા હતા મચ્છુ નદી સફાઈ માટે-ડ્રેનેજ કામગીરી માટે લોક ભાગીદારીથી સફાઈ કરવા આહ્વાન કર્યું હતું સામુહિક પ્રયાસ કરીને મચ્છુ નદી અને મોરબી સ્વચ્છ રહે તેવો પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button