MORBI:મોરબી ટ્રકમાં રાજસ્થાનથી માટીની આડમાં છુપાવી જામનગર ખાતે લઇ જવાતો વિદેશી દારૂ-બિયરના જથ્થા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ દ્વારા ટ્રકમાં રાજસ્થાનથી માટીની આડમાં છુપાવી જામનગર ખાતે લઇ જવાતો વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જયારે દારૂ મોકલનાર તથા મંગાવનારના નામ ખુલતા કુલ ચાર આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી અટક કરવા પર બાકી આરોપીઓને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી-હળવદ રોડ ઉચીમાંડલ ગામ પાસે આવેલ મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં ગ્રાઉન્ડમાં એક ટાટા ટ્રક નંબર-GJ-10-Z-8099 વાળી છે, જે ટ્રકમાં માટીની આડમાં રાજસ્થાન રાજયથી ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જામનગર ખાતે લઇ જનાર છે. તેવી ચોકકસ હકિકત આધારે મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં ગ્રાઉન્ડમાં તપાસ કરતા હકીકતવાળી ટ્રકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૫૨ બોટલ તથા બિયરના ૨૪ ટીન કિ.રૂ.૫૨,૭૫૦/- તથા ટ્રક કિ.૫ લાખ તથા એક મોબાઇલ સહીત ૫,૫૭,૭૫૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.વધુમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેઇડ દરમિયાન ટ્રક રજી.નં. જીજે-૧૦-ઝેડ-૮૦૯૯ માંથી આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા રહે. મુંગણી તા.જી.જામનગર, દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ રહે.રાભડા ચોરા વિસ્તાર તા.લાઠી જી.અમરેલીની ધરપકડ કરવામાં આવી છે જયારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપી પ્રભુજી રહે. રાજસ્થાન તથા માલ મંગાવનાર આરોપી મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે. મુંગણી ગામ રામ મંદિર પાસે તા.જી.જામનગરને ફરાર દર્શાવી બંને આરોપીઓને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.





