GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પ્રભારી સચિવ.મનિષા ચંદ્રાએ જિલ્લાના વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

મોરબી જિલ્લા પ્રભારી સચિવ.મનિષા ચંદ્રાએ જિલ્લાના વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં આયોજન હેઠળના કામોની સમિક્ષા કરી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા વિકસિત ભારત અન્વયે આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજના હેઠળના લાભોના વિતરણનું નિદર્શન કરી સ્વચચ્છતા હી સેવા અન્વયે તીર્થ સ્થળ/ધાર્મિક સ્થળની સફાઈ બાબતે સમિક્ષા કરી હતી. ઉપરાંત મોરબી જિલ્લાના તમામ તાલુકાને આરોગ્ય ક્ષેત્રે મજબૂત બનાવવા માટે સુચનો કર્યા હતા તેમજ ટીબીના કેસને ધ્યાનમાં લઈને તેનું ૧૦૦% નિરાકરણ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રજીસ્ટ્રેશન, જમીન સંપાદન, સી.એમ.ડેશબોર્ડ, મહેકમ, કેનાલ સફાઈ, સંકલન સમિતીના પ્રશ્નો, જિલ્લાની તમામ સગર્ભા અને આંગણવાડીને ન્યુટ્રીશનનો પુરતો લાભ મળી રહે છે કે કેમ વગેરે વિષયોની વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે વગેરે અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button