MORBI:મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ ૫૦,૦૦૦ કરોડ છે અને વાર્ષિક નિકાસ લગભગ રૂ૧૫,૦૦૦ કરોડની છે
MORBI:મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ ૫૦,૦૦૦ કરોડ છે અને વાર્ષિક નિકાસ લગભગ રૂ૧૫,૦૦૦ કરોડની છે
ગુજરાત સરકારના માનનીય કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ તેમજ ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે
ઉદ્યોગપતિઓ, ઇનોવેટર્સ અને શિક્ષણવિદો સહિતના પ્રતિષ્ઠિત હિતધારકો ચર્ચામાં હિસ્સો લેશે
રાજકોટ તા. ૧૮ ઓક્ટોબર – વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના પૂર્વાર્ધરૂપે, રાજ્ય સરકાર 19 ઓક્ટોબર, 2023ના રોજ રાજકોટ ખાતે પ્રિ-સમિટ કાર્યક્રમ ‘સિરામિક: પ્લેસિંગ ગુજરાત ઓન ધ ગ્લોબલ મેપ’ નું આયોજન કરી રહી છે. કાર્યક્રમનો ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એકસાથે લાવવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને એક્સપ્લોર કરવાનો છે.
રાજ્ય સરકાર સિરામિક, શિક્ષણ, બાયોટેક્નોલોજી, એડવેન્ચર ટુરિઝમ, હેલ્થકેર અને લાઈફ સાયન્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પ્રી-સમિટ સેમિનાર અને કાર્યક્રમોની એક શ્રૃંખલાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ નીતિ સુસંગતતા અને અસરકારક ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશનને સુનિશ્ચિત કરીને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટેના પ્લેટફોર્મ તરીકે VGGS ને પ્રદર્શિત કરવાનો છે. આ શ્રૃંખલાનો પ્રથમ કાર્યક્રમ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ પર છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (ગુજરાતના તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રી) ના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમ તરીકે વિકસિત થઈ છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઇન્ડસ્ટ્રી લીડર તરીકે વૈશ્વિક નકશા પર સ્થાન મેળવવા માટે સજ્જ થઈ રહ્યું છે.
સિરામિક અંગેના આ કાર્યક્રમમાં આ વિષયો પર ચર્ચાઓને પ્રાધાન્ય આપવામાં આવશે: થીમ 1: સિરામિક આઉટલુક: ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ વે ફોરવર્ડ, થીમ 2: એડવાન્સ્ડ સિરામિક: ન્યુ એજ એપ્લિકેશન્સ એન્ડ ફ્યુચર પોટેન્શિયલ, થીમ 3: ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન એન્જિનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી અને થીમ 4: ડેવલપિંગ ફ્યુચર-રેડી વર્કફોર્સ ઇન એન્જનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી.
ગુજરાત સરકારના માનનીય કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર સિરામિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટના મોરબી ખાતે નિર્માણ થનારા સિરામિક પાર્ક અંગે એક શોર્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો અને ઇનોવેટર્સ પણ ઉપસ્થિત રહેશે, જેમાં ઇન્ડિયન સિરામિક સોસાયટીના પ્રેસિડેન્ટ અને પ્રિઝમ જ્હોનસન લિ.ના ઓપરેશન્સ અને બિઝનેસ હેડના પ્રેસિડેન્ટ શ્રી સુદીપ્ત સાહા, વર્લ્ડ એકેડેમી ઓફ સિરામિક્સના શિક્ષણવિદ ડૉ. લલિત મોહન મનોકા, ઇન્ડિયાના ટેક્નિકલ સિરામિક્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક શ્રી સંજય સરાવગી, ઇસરો (ISRO) સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ગ્રુપ ડાયરેક્ટર શ્રી નીતિન ઠાકર તેમજ મધરસન ગ્રુપના એચઆર સ્ટ્રેટેજીસના હેડ શ્રી દેબજ્યોતિ ભટ્ટાચારજીનો સમાવેશ થાય છે.








