
મોરબી આંગડિયાની ઓફિસમાં જુગારધામ ઝડપાયું
સંચાલક સહીત પાંચ જુગારીને રોકડા રૂ.૧ લાખ ત્રણસો સાથે ઝડપી લેવાયા
મોરબીના સરદાર રોડ ધરતી ટાવરમાં આવેલ ભવાની એક્સપ્રેસ આંગડિયામાં ચાલતી મીની ક્લ્બ ઉપર મોરબી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી સંચાલક સહીત પાંચ જુગારીને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડામાં પોલીસે સ્થળ ઉપરથી એક લાખથી વધુ રોકડા રૂપિયા જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબી શહેરના મધ્યે આવેલ જુના બસ સ્ટેન્ડ નજીક સરદાર રોડ ધરતી ટાવરમાં આવેલ ‘ભવાની એક્સપ્રેસ નામની આંગડિયાની ઓફિસમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મહેશભાઇ રમણલાલ પટેલ ઉવ.૪૫ રહે.મોરબી આલાપરોડ શીવરંજની એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૧ મુળરહે.બલોલ તાજી.મહેસાણા, ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર ઉવ.૩૬ રહે.મોરબી શનાળારોડ ડાર્વીન એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૨ મુળરહે.નોરતા તા.જી.પાટણ, દીલીપભાઇ રામાભાઇ પટેલ ઉવ.૪૦ રહે.મોરબી ધરતીટાવર મણીલાલ મગનલાલની ઓફીસમા મુળરહે.બોદલા તા.જી.મહેસાણા, સંજયકુમાર અંબાલાલ પટેલ ઉવ.૪૦ રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર સોસાયટી મુળરહે.સોપાડા તા.વિજાપુર જી.મહેસાણા, ભાવેશકુમાર ચંદુલાલ પટેલ ઉવ.૪૨ રહે.મોરબી વાવડીરોડ ઉમીયાપાર્ક સોસાયટી મુળરહે.બોદલા તા.જી.મહેસાણાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૦૦,૩૦૦/- કબ્જે લઇ પાંચેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








