KHERGAMNAVSARI

ખેરગામ તાલુકામાં બસ ડેપોના અભાવે કેમેરામાં એક સરકારને શરમાવે એવી તસ્વીર કેદ થઈ છે જે સ્કૂલના બાળકો ઉનાળાના બળ બળતા તાપમાં બસની રાહ જોવા મજબુર બન્યા.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકામા બસ ડેપોના અભાવે સ્કૂલના બાળકો ગરમી બાદ અને હવે વરસાદથી બચવા દુકાનની છતનો સહારો લેવા મજબુર ખેરગામ: વિકાસની મોટી મોટી વાતો કરતી સરકારને ખેરગામમાં બસ ડેપોની સુવિધા કરવામાં કોઈ રસ નથી લાગતો રાજ્યમાં દરેક જિલ્લાઓ અને તાલુકાઓમાં દરેક પ્રકારની સુવિધાઓ સાથે બસ ડેપો બનાવવામાં આવ્યા છે ત્યારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકો 22 ગામો સાથે સંકળાયેલ તાલુકો છે ત્યારે સવાલ એ ઉદ્દભવે છે કે હજી સુધી બસ ડેપોની સુવિધા કેમ નહિ.? મોટા બસ ડેપોની વાતો તો દૂર રહી 4-5 પતરાથી બનતું એક બસ સ્ટોપની પણ સુવિધા નથી ત્યારે કેમેરામાં એક સરકારને શરમાવે એવી તસ્વીર કેદ થઈ છે જે સ્કૂલના બાળકો ઉનાળાના બળ બળતા તાપમાં બસની રાહ જોઈ થાકીને એક દુકાનની છત અને પગથિયાંનો સહારો લઈ બેઠા છે. હવે ચોમાસાં દરમિયાન વરસાદથી બચવા આ દુકાનોની છત આધાર બનશે ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરતી આ સરકારને શરમ આવવી જોઈએ કે આ બાળકો આ દેશ,રાજ્ય અને આ વિસ્તારનું ભવિષ્ય છે.કેટલાં વર્ષો થઈ ચૂક્યા છે ખેરગામ તાલુકો બન્યા ને..! અને ખેરગામના દશેરા ટેકરીથી એક તરફ ચીખલી બીજી તરફ વલસાડ ત્રીજી તરફ ધરમપુર અને ચોથે પણીખડક વાંસદા તરફ આમ ખેરગામ બસ ડેપો છોડીને દરેક પ્રકારની સુવિધાઓથી એક ઘણા ગામોનું કેન્દ્રમાં આવેલો એક તાલુકો છે અને 22 ગામો કરતા વધારે લોકો જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે કાયમ આવે છે.શાળાના બાળકો અને બીજા અન્ય મુસાફરોએ આ બળ બળતા તાપ અને ચોમાસું દિવસો કઠિણાઈથી વિતાવ્યા હશે. શું ખેરગામમાં અધિકારીઓ માટે મોટી મોટી ઓફિસો બની ચૂકી છે. એ જ વિકાસ છે કે પછી મુસાફરોની દયનિય હાલત જોઈ બસ ડેપોના નામનો પણ જલ્દી થી જલ્દી વિકાસ જોવા મળશે ખરો..! એ જોવું રહ્યું.

[wptube id="1252022"]
Back to top button