Rajkot: રાજકોટ જિલ્લામાં વોટર હેલ્પલાઈન ઉપર મળેલી ૩૦૮ ફરિયાદોનો સકારાત્મક ઉકેલ
તા.૧/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સી-વિજિલ ઉપર ૨૭૭, એમ.સી.સી. ટોલ ફ્રી પર ૨૨ અને ૧૯૫૦ ટોલ ફ્રી પર ૯ ફરિયાદો નોંધાઈ
Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા તંત્ર સતત કાર્યરત છે. જેમાં આદર્શ આચારસંહિતાને લગતી ફરિયાદોના નિવારણ માટે તંત્ર ત્રિવિધ રીતે કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ૧૬મી માર્ચથી લઈને અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૩૦૮ ફરિયાદોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે.
રાજકોટ સંસદીય મત વિસ્તારમાં પ્રત્યેક વિધાનસભા મત વિસ્તાર મુજબ જોઈએ તો એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબર પર ૬૯ – રાજકોટ પશ્ચિમ વિધાનસભામાંથી ૩, ૭૦ – રાજકોટ દક્ષિણમાંથી ૯, ૭૧ – રાજકોટ ગ્રામ્યમાંથી ૪, ૭૨ – જસદણમાંથી ૧ તથા અન્ય ૫ મળીને ૨૨ ફરિયાદો મળી હતી. જ્યારે જિલ્લા સંપર્ક કેન્દ્ર – ૧૯૫૦ હેલ્પલાઈન નંબર પર ૬૮ – રાજકોટ પૂર્વમાંથી ૩, ૭૧ – રાજકોટ ગ્રામ્યમાંથી ૩, ૭૪ – જેતપુરમાંથી ૩ મળીને ૯ ફરિયાદો મળી હતી. તેમજ સી-વિજિલ પર સૌથી વધુ ફરિયાદો મળી છે. જેમાં ૬૮ – રાજકોટ પૂર્વમાંથી ૧૦, ૬૯ – રાજકોટ પશ્ચિમમાંથી ૧૨૯, ૭૦ – રાજકોટ દક્ષિણમાંથી ૧૫, ૭૧ – રાજકોટ ગ્રામ્યમાંથી ૫૮, ૭૨ – જસદણમાંથી ૬, ૭૩ – ગોંડલમાંથી ૩૪, ૭૪ – જેતપુરમાંથી ૭ તથા ૭૫ – ધોરાજીમાંથી ૧૮ મળીને ૨૭૭ ફરિયાદો મળી હતી. આ તમામ ૩૦૮ ફરિયાદોનું ગણતરીના સમયગાળામાં નિવારણ કરવામાં આવ્યું છે.








