
જ્ઞાતિનાં બાળકો તથા બહેનો માટે ટોકન દરે સમર ટ્રેનીંગ કલાસનું આયોજન કરતાં શ્રી મહિલા સેવા સમિતી – પટેલ વાડી, વાણીયા વાડીનાં બહેનો
શ્રી મહિલા સેવા સમિતી – પટેલ વાડી, વાણીયા વાડી,રાજકોટ દ્વારા સર્વ જ્ઞાતિનાં બાળકો તથા બહેનો માટે માત્ર રૂ.૧૦૦ના ટોકન દરે તા.રર થી તા. ૩૧-૫-૨૦૨૩ એમ ૯ દિવસ સુધી “વેલકમ” સમર ટ્રેનીંગ કલાસનું આયોજન પટેલવાડી, ૧/૧૦ દયાનંદનગર, વાણિયાવાડી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી ભરતકામ, મહેંદી, ડાન્સ, પેઈન્ટીંગ, ફેશન ડિઝાઈન તથા બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી બ્યુટીપાર્લર, દાંડિયા, , ડ્રોઈંગ, , રીયલ ફલાવર્સ, બેકરી આઈટમ, કરાટેનાં વર્ગો નિષ્ણાંતો દ્વારા લેવામાં આવશે. દરેક વર્ગમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો હોવાથી વહેલી તકે નામ નોંધાવી લેવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે સંસ્થાનાં મીનાબેન પરસાણા મો. ૯૯૦૪૯ ૨૪૨૩૪, રશ્મિબેન વરસાણી મો. ૯૫૮૬૫ ૨૧૦૩૧ નો સંપર્ક કરવાનો રહેશે.

[wptube id="1252022"]





