GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ઘરવપરાશનો ગેસનો બાટલો લીકેજ થવાના લીધે બ્લાસ્ટ થયો :FSL રિપોર્ટમાં ખુલાસો

મોરબીમાં ઘરવપરાશનો ગેસનો બાટલો લીકેજ થવાના લીધે બ્લાસ્ટ થયો :FSL રિપોર્ટમાં ખુલાસો

મોરબી એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા સહિતની ટીમ દ્વારા સવારથી ઝીણવટ ભરી હાથ ધરેલ તપાસમાં તથ્ય બહાર આવ્યું

મોરબીમાં ઉમા રેસીડેન્સીમાં રહેતા કાનાભાઈ ગરચર નામના વ્યક્તિને ત્યાં બ્લાસ્ટ થયો હતો . બ્લાસ્ટના સમાચાર વાયુવેગે ફેલાતા ની સાથે જ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા જો કે આ બ્લાસ્ટ ની તાકાત એટલી હદે તીવ્ર હતી કે ઘરની અંદરની તમામ ઘર વખરી અને દીવાલ છત ને પણ નુકશાન થયું હતું એટલું જ નહિ બાજુના ઘરના લોકોને પણ આ બ્લાસ્ટના લીધે ઘરમાં અસર જોવા મળી હતી ત્યારે આ બ્લાસ્ટ ના લીધે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી આ બ્લાસ્ટ નું કારણ જાણવા પ્રયત્નો હાથ ધર્યા હતા.જેમાં એફએસએલ રિપોર્ટ માટે ટીમને બોલાવી રીપોર્ટ મંગાવતા આ બ્લાસ્ટ ઘર વપરાશના ઉપયોગમાં આવતા એલપીજી ગેસના બાટલાના લીકેજ ના લીધે આ બનાવ બન્યો હોવાનું અનુમાન છે તો બીજી બાજુ લોકો ચર્ચામાં હતું કે ગીઝરના લીધે આ ઘટના ઘટી છે તેને મોરબી પોલીસ દ્વારા વખોડી બ્લાસ્ટના કારણ ને ઉજાગર કર્યું છે.સાથે સાથે લોકોએ પણ પોતે ઘરે કે અન્ય જગ્યાએ વાપરતા ગેસ બાટલો લીકેજ તો નથી ને તેની તકેદારી રાખવા પણ આહવાન કર્યું છે.હાલ મોરબી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજા દ્વારા આ દુર્ઘટના અન્ય જગ્યાએ ના ઘટે એ માટે સાવચેતી રાખવા આહવાન કરી લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે.

[wptube id="1252022"]
Back to top button