
MORBI:મોરબીની સાર્થક વિદ્યામંદિર મુકામે ગણતંત્ર દિનની ઉજવણી કરાઈ

૭૫ માં ગણતંત્ર દિવસની ઉજવણી મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર મુકામે આનબાનસાન સુંદર રીતે થયેલ જેમાં ભારતમાતા પૂજન, ભારતમાતા આરતી, ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ આ તકે સાર્થક વિદ્યામંદિર ના સંચાલક કિશોરભાઈ શુકલા ટ્રસ્ટીઓ, શિક્ષકો વિદ્યાર્થીઓ,તેમજ સંસ્કાર ભારતી મોરબી જીલ્લાના અધ્યક્ષ અશ્વિનભાઇ બરાસરા મહામંત્રી પ્રાણભાઈ પેજા,તેમજ સંસ્કારભારતી ટીમ અને રીજોઇશ ના હેતલબેન જોષી અને તેમની ટીમ સાહિતના લોકો બોહળી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલ જેમાં સાર્થક વિદ્યામંદિરના બાળકો દ્વારા અદભુત ભારતીય સંસ્કૃતિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયેલા આ તકે સંસ્કાર ભારતીના અધ્યક્ષએ વિવિધ કલાવિદ્યા શાખાઓ અને તેની પ્રવૃતિઓ વિશેની માહિતી લોકોને આપી હતી.અને રીજોઇશ ના હેતલબેને લોકોને પર્યાવરણ જાગૃતિ અને સંસ્થાની પ્રવૃતિની માહિતી આપેલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ દ્વારા સર્વેને ગણતંત્રદિવસની શુભેચ્છાઓ પાઠવેલ અને લોકોને સ્વછતા અને પર્યાવરણની જાળવણી અને જતન પર પ્રેરણાત્મક ઉદબોધન આપેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા સાર્થક પરિવારના શિક્ષકો અને સ્ટાફે જહેમત ઉઠાવેલ.









