GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરાઈ

મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરાઈ

ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત, આગ વગેરે જેવી આપત્તિઓમાં વ્યવસ્થાપન અંગે વિસ્તૃત સમજ અપાઈ

ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત,આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તી અને આપત્તી વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી ડૉ. ધાર્મિક પુરોહિત દ્વારા બાળકોને આપત્તિ વ્યવસ્થાપન અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમણે ભૂકંપ, પૂર, વાવાજોડું જેવા વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોરબી નગરપાલિકા ફાયર સ્ટેશન ઓફિસરશ્રી દેવેન્દ્રસિંહ જાડેજાએ આગ કેવી રીતે લાગે છે? આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? વગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપી હતી. લીડીંગ ફાયર ઓફિસર જયેશભાઈએ લાઈફ જેકેટ, લોખંડની બિલાડી, પાણીમાં તરવા માટેનું લાઈફ જેકેટ વગેરેની કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી.

[wptube id="1252022"]
Back to top button