GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબીના લાલપર ગામે પ્રિયા ગોલ્ડ કારખાનાની ઓરડીમાંથી ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ કારખાનામાં મજૂરોની ઓરડીમાંથી એક ઈસમને પોલીસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે લાલપર ગામની સીમમાં આવેલ પ્રિયા ગોલ્ડ કારખાનાના મજૂરોની ઓરડીમાં દરોડો કર્યો હતો જેમાં આરોપી કુલદીપ કેશરબક્ષ વર્મા (ઉ.વ.૨૪) રહે હાલ લાલપર પ્રિયા ગોલ્ડ કારખાનાની ઓરડીમાં મૂળ રહે યુપી વાળાને ગાંજો વજન ૧૫૪ ગ્રામ કીમત રૂ ૧૫૪૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ પીએસઆઈ બી એમ બગડા ચલાવી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button