
MORBI:મોરબીના રવાપર રોડ પર ક્રિકેટ સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો
મોરબીના રવાપર રોડ પર સ્પાઈકરના શો રૂમની સામે સંતોષ વડાપાઉં વાળી શેરીમાં હવેલી પાનની બાજુમાં જાહેરમાં આઈ પી એલ ની મુંબઈ અને દિલ્હીની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા એકને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો જયારે એકનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના રવાપર રોડ પર સંતોષ વડાપાઉન વાળી શેરીમાં હવેલી પાનની બાજુમાં આરોપી જૈમીન પ્રશાંતભાઈ આડેસરા એ આરોપી નવીન માખીજા સાથે ઓનાલાઈન એપ્લીકેશનમાંથી મુંબઈ અને દિલ્હીની આઇપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા જૈમીન પ્રશાંતભાઈ આડેસરાને રોકડ રકમ રૂ.૪૫૦૦ તથા આઈફોન કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૫૪૫૦૦ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે નવીન માખીજાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








