
મોરબીના પંચાસર રોડ પર ગોડાઉનમાં આગ લાગી
મોરબીના પંચાસર રોડ પર આવેલ વજનકાંટા બનાવતી પેઢીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જેથી મોરબી ફાયર ટીમે સ્થળ પર દોડી જઈને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

પંચાસર રોડ પર ગીતા મિલની બાજુમાં આવેલ અતારી સ્કેલમાં વજન કાંટા બનાવતા ગોડાઉનમાં આગ લાગી હતી જેથી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમ દોડી ગઈ હતી જ્યાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગી હોવાથી પીજીવીસીએલનો સંપર્ક કરી તુરંત મેઈન લાઈન બંધ કરાવી હતી અને પાણીનો મારો ચલાવી બે મોટા વોટર બ્રાઉઝર સાથે ૨ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી
[wptube id="1252022"]








