GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુંટુ ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના ઘુંટુ ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી ઘુંટુ ગામની સીમ નજીક આવેલ હરીઓમ પાર્ક પાછળ બાવળની કાટમાં છુપાવેલ વિદેશી દારૂની ૮૪ બોટલ સાથે એક આરોપીની અટક કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ, હરીઓમ પાર્ક પાછળ, બાવળની કાંટમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી આરોપી ચિરાગ સંજયભાઇ જાદવ વેચાણ કરતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે રેઇડ કરતા આરોપી ચિરાગ સંજયભાઇ જાદવ રહે. કિસ્મત ચકીવાળી શેરી, રણછોડનગર, નવલખીરોડ, મોરબી-૨ પાસેથી ગે.કા.પાસ પરમીટ કે આધાર વગરના પોતાના કબ્જામાં ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની બોટલ નંગ-૮૪ કિં.રૂ.૩૧,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતા આરોપીની અટક કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button