GUJARATMORBI

MORBI:મોરબીના ખાનપર ગામે શેઢે માલઢોર ચરાવવાની ના પાડતા બે શખ્સોએ દંપતિને માર માર્યો

મોરબીના ખાનપર ગામની સીમમાં પોતાના શેઢે માલઢોર ચરાવવા નહિ આવવાનું આધેડ દ્વારા કહેતા બે શખ્સો દ્વારા આધેડને અને તેની પત્નીને ગાળો આપી લાકડી અને ઢીકાપાટુ વડે મુંઢમાર મારી ફ્રેકચર જેવી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકાના ખાનપર ગામના ખેડૂત મોમૈયાભાઈ ખીમાભાઇ ડાવેરાએ આરોપી રાજુભાઈ નારણભાઇ ડાંગર તથા વિશાલભાઈ નારણભાઇ ડાંગર વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી કે આરોપીઓ તેમના માલઢોર મોમૈયાભાઈની વાડીના શેઢે ચરાવવા આવતા ફરી.એ તેમને ત્યાં માલઢોર ચરાવવા માટે નહિ આવવા જણાવતા બન્ને આરોપીઓએ ફરીને ગાળો આપી લાકડીઓ વડે મુંઢ માર મારતા હોઈ તે દરમ્યાન ફરી.ના પત્ની ધકુબેન છોડાવવા આવતા તેમને જમણા હાથે કાંડાના ભાગે તથા વાંસાના ભાગે લાકડી વતી મુઢ માર મારી આરોપીઓએ ફરી.નુ ગળુ પકડી માલ ઢોર ચરાવવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ એમ ધમકી આપી ફરીને શરીરે છાતીના ભાગે તથા ગળાના ભાગે ફ્રેકચર કર્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં કરતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button