GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખત્રીવાડમાં ગેરકાયદેસર મકાનો બનાવી ભાડે આપી દેનાર સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધી કાર્યવાહી કરવા રજૂઆત

મોરબીના ખત્રીવાડમાં ગેરકાયદેસર મકાનો બનાવી ભાડે આપી દેનાર સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધી કાર્યવાહી કરવા રજૂઆત

ખત્રીવાડ શેરી નં-૪ માં સુરેશભાઈ ગોવિંદસિંહ રાઠોડ તથા અન્ય ઈસમોએ એ પચાવી પાડેલ સરકારી જમીન સામે જાગૃત નાગરીક તરીકે દિલીપગીરી ગોસ્વામી એ કલેકટરશ્રી-મોરબી સમક્ષ લેન્ડ ગ્રેબીંગ ની ફરીયાદ કરી જવાબદાર દબાણ કરનાર સામે ગુન્હો નોંધવા મુખ્યમંત્રીશ્રી-ગુજરાત રાજય સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવેલ છે.

મોરબી માં ખત્રીવાડ શેરી નં-૪ માં સીટીસર્વે કચેરી ના વોર્ડ નં-૧ માં સમાવેશ થતી આશરે ૪૦૦૦-ફુટ જેટલી વર્ષો થી ખાલી પડેલ સરકારી જમીન ઉપર દબાણ કરનાર ઈસમો એ બળજબરી પૂર્વક કબજો કરી મકાન બાંધી ભાડે આપી તથા જાહેર રસ્તાઓનું દબાણ કરતા અવાર-નવાર તે અંગે મોરબી નગરપાલીકા સમક્ષ રજુઆત કરતા દબાણ કરતા જવાબદાર તત્વો સામે કોઈ જ પગલા લેવાયેલ નહિ અને ઈસમો દ્વારા જાગૃત નાગરીક ને બેફામ ગાળો આપી, જાગૃત નાગરીક ના પરીવાર ના સભ્યો ઉપર હુમલો કરી જાગૃત નાગરીક ની જ મિલ્કત પચાવી પાડવા અંગે ગર્ભિત ધમકીઓ મળતા આખરે તે ઈસમો ને અટકાવવા તથા સરકારી જમીન નો કબજો ખાલી કરાવવા તથા જવાબદાર તમામ ઈસમો સામે યોગ્ય કાર્યવાહી કરી સખ્ત નસિહત અપાવવા આખરે મોરબી ના જાગૃત નાગરીકે સરકાર વતી ફરીયાદી બની મોરબી ના કલેકટર સાહેબ સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ અરજી નં-૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ થી ફરીયાદ કરેલ છે અને તે ફરીયાદ ના કામે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો વધુ તત્વો ના નામ ખુલ્લે તેવા પુરતા સંજોગો છે અને તે તમામ જવાબદાર ઈસમો ને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ અરજી નં-૪૨૮૦૦૨૩૦૦૦૮૫૦૭ ને અરજી માં પક્ષકાર તરીકે જોડી તમામ જવાબદાર ઈસમો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ધોરણસર ગુન્હો નોંધવા જાગૃત નાગરીક/ફરીયાદી તરફથી મુખ્યમંત્રશ્રી-ગુજરાત રાજય ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button