MORBI:પૂર્વ સૈનિકોનાં પુત્રો માટે સૈનિક હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

પૂર્વ સૈનિકોનાં પુત્રો માટે સૈનિક હોસ્ટેલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
શહીદ સૈનિકો / સ્વ. સૈનિકો અને પૂર્વ સૈનિકોના પુત્રોનાં ઘોરણ ૮ (આઠ) અને તેથી વધુ ઉચ્ચ અભ્યાસ માટે સૈનિક હોસ્ટેલમાં પ્રવેશ માટેના ફોર્મ મેળવીને વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવી લેવાનું રહેશે.

શહીદ સૈનિકો / સ્વ. સૈનિકો અને પૂર્વ સૈનિકોનાં પુત્રો કે જેમણે ધોરણ ૮ અને તેથી ઉપરના અભ્યાસ અર્થે અમદાવાદ, વડોદરા અને સુરત શહેર ખાતે એડમીશન મેળવેલ છે, તેઓના રહેવા માટે નિ: શુલ્ક તેમજ આવક મર્યાદા આધારીત નિ: શુલ્ક /પેમેન્ટ જમવાની વ્યવસ્થા સાથે છાત્રાલયો ચાલુ છે. આ છાત્રાલયોમાં એડમીશન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓના વાલીઓ એ અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ પ્રાપ્ત કરી વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવી લેવા ગુજરાત રાજ્ય સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ લે. કર્નલ ક્રિષ્ણદિપસિંહ જેઠવા(નિવૃત) નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.








