GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
MORBI:જિલ્લા સામાજિક ન્યાય સમિતિ, જિલ્લા પંચાયત, મોરબીના ચેરમેન તરીકે શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડા ની વરણી કરવામાં આવી

જિલ્લા સામાજિક ન્યાય સમિતિ, જિલ્લા પંચાયત, મોરબીના ચેરમેન તરીકે શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડા ની વરણી કરવામાં આવી.
જિલ્લા પંચાયત મોરબીની જિલ્લા સામાજિક ન્યાય સમિતિની ચેરમેનની વરણી માટેની બેઠક મળેલ હતી. જે બેઠકમાં શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડાની ચેરમેન તરીકે વરણી કરવામાં આવેલ. આ તકે જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઈ પારધી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી, મહામંત્રી શ્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પાર્ટીના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શુભકામના પાઠવવામાં આવી હતી.
[wptube id="1252022"]








