GUJARATMORBI

MORBI:જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

MORBI:જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

 

મોરબી જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.

આ બેઠક અન્વયે રોડ-રસ્તા, પીવાનું પાણી, પાણીના જોડાણ, કેનાલ અને સિંચાઈ સુવિધા, તળાવોમાં પાણી ભરવા જોડાણ ઉભું કરવા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટ વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી પગલાઓ લેવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્યશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશિતાબેન મેર સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button