MORBI

હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અનુસરી આજે ફોર્મ ભરવામાં આવ્યા

હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અનુસરી આજે ફોર્મ ભરવામાં આવ્યા વિશાલ જયસ્વાલ હળવદ 

આગામી 27 જુલાઇ ના રોજ માર્કેટિંગ યાર્ડ હળવદ ની ચૂંટણી યોજવા જઈ રહી હોય તેવામાં આજે માર્કેટિંગ યાર્ડ હળવદની ચૂંટણીને ધ્યાન રાખી અલગ અલગ પેનલના જેમ કે ખેડૂત પેનલ 10 વેપારી પેનલના ચાર આમ કુલ ૧૪ ડિરેક્ટર માટેની ચૂંટણી યોજવાની છે ત્યારે આજે મોરબી જિલ્લા રજીસ્ટર ની હાજરીમાં 30 ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં 24 જેટલા ફોર્મ ખેડૂત પેનલ માટે પાંચ જેટલા ફોર્મ વેપારી પેનલ માટે તેમજ એક ફોર્મ ખરીદ વેચાણ સંઘમાંથી ભરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો હળવદ માર્કેટિંગ યાર્ડ માં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે કોંગ્રેસ ક્યારેય સફળ થઈ નથી ત્યારે આ વખતે પણ કોંગ્રેસે ચૂંટણી લડવાના મૂળમાં હોય ત્યારે આ માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસના ખેડૂત પેનલના 10 ફોર્મ ભરવામાં આવ્યા છે તેમજ ભાજપના ખેડૂત પેનલના 14 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે વેપારી પેનલ ના પાંચ ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાંના સામાપક્ષે કોઈ ન હોવાને કારણે બિનહરીફ થવાના ચાન્સ દેખાઈ રહ્યા છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 27 જુલાઈના રોજ યોજાશે જેમાં 27 મંડળીના કુલ 367 મતદારો મતદાન કરશે તેમજ 28 જુલાઈ ના રોજ ચૂંટણીની પરિણામ જાહેર કરવામાં આવશે આ વખતે કોના શિરે હળવદ માર્કેટિંગ યાર્ડનો તાજ હશે તે 28 તારીખ ના રોજ સ્પષ્ટ થશે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button