MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો સંયુક્ત જીવદયા સેવાકીય પ્રોજેક્ટ

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો સંયુક્ત જીવદયા સેવાકીય પ્રોજેક્ટ

મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે દાન પુણ્ય નું ખુબ જ મહત્વ હોય છે તે અંતર્ગત મોરબી પાંજરાપોળ ની ૪૫૦૦ ગાયોના નિભાવ માટે ચિત્રા હનુમાનજી ધુન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગાયો ના ઘાસચારા અને તેમના નિભાવ માટે શનાળા રોડ પર આવેલાસોમનાથ માર્કેટ પાસે મોરબી પાંજરાપોળ નો સ્ટોલ ઊભો કરવામાં આવેલ ત્યાં ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના સભ્યો અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્યો દ્વારા સેવા આપવામાં આવેલ જેમાં ભીખાભાઈ લોરીયા ચંદુભાઈ કડીવાર વસંતભાઈ માકાસણા
લાયન્સ કલબ ના પ્રમુખ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા પૂર્વ પ્રમુખશ્રીઓ લા એ એસ સુરાણી તથા અમરશીભાઈ અમૃતિયા લા નાનજીભાઈ મોરડીયા ,લા પ્રાણજીવન ભાઈ રંગપડીયા સેવાભાવી સભ્યો ગોરધનભાઈ અને ઓધવજીભાઈ ભાડજા એ સેવા આપી ધન્યતા અનુભવી આ સેવાકીય કાર્યમાં ૮૭૬૬૮/- નું દાન મોરબીની જનતા દ્વારા મળ્યું આ પવિત્ર દિવસે સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા એ હાજરી આપેલ તેમ સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે









