GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:અલંગ અલગ મંદિરો માં ચોરી કરનાર શખ્સ ને ઝડપી લેતી મોરબી પોલીસ

MORBI:અલંગ અલગ મંદિરો માં ચોરી કરનાર શખ્સ ને ઝડપી લેતી મોરબી પોલીસ

મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ-૧૦ મંદિરોમાથી ચોરી કરનાર ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. નાઓ સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ઇ.પી.કો. કલમ-૩૮૦ મુજબના મોરબી તાલુકાના લીલાપર ગામ, મેલડી માતાજીના મંદિરમાંથી સોનાના છત્તર નંગ-૦૨ ની ચોરી થયેલ હોય જે અનુસંધાને વોચ તપાસમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરમાં થયેલ છત્તર ચોરીનો આરોપીની ખાનગી બાતમી મળેલ જેના આધારે આધારે પો.સ.ઇ.એ સર્વેલન્સ સ્ટાફની ટીમ સાથે મોરબી તાલુકાના મચ્છુ નદીના જોધપર (નદી) ગામ તરફના પુલના છેડે વોય તપાસમાં હતા તે દરમ્યાન બાતમીવાળો ઇસમ લપાતો છુપાતો નીકળતા ઇસમને પકડી પાડી અંગઝડતીમાંથી પોતે ચોરીમાં મેળવેલ સોનાના છત્તર નંગ-૦૨ સાથે મળી આવતા જે બાબતે પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો ઇસમની હોય તેમજ આ સિવાયની પણ દશ મંદિરમાંથી ચોરીઓને અંજામ આપેલ હોવાનુ જણાવતા ઇસમ સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ ઉ.વ.૩૨, રહે. રાજકોટ, છોટુનગર હુડકો ચોકડી પાસે, પટેલપાન વાળી શેરીમાં, મુળ રહે. ગોંડલ, મોટી બજાર, સંગાણી શેરી, જી.રાજકોટવાળાને ઝડપી પાડી ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.

[wptube id="1252022"]
Back to top button