
નાફેડ ની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા.ઈફકો વિવાદ બાદ નાફેડ ની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું.

એક બેઠક માટે 5થી વધુ આગેવાનોએ ફોર્મ ભર્યા હતા. મોહન કુંડારિયા, જેઠા ભરવાડ, તેજસ કુમાર પટેલ, અમૃત દેસાઈ, જસવંત પટેલ, મગન વડાવીયા અને મહેશભાઇ સહિતનાઓએ ફોર્મ ભર્યા હતા.જોકે, ફોર્મ ખેચવાના અંતિમ દિવસે ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા.
[wptube id="1252022"]








