
મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરના નાગરિકોને પરિવહનમાં સરળતા રહે તેમજ મોરબીના કોઈપણ વિસ્તારમાં આવન-જાવન કરી શકે અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને સીટી બસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મોરબી નગરપાલિકા દ્વારા કુલ ૧૧ સીટી બસ શરૂ કરવામાં આવી..

મોરબી નગરપાલિકા દ્વારા કુલ આજે 11 સીટી બસો શરૂ કરવામાં આવી છે.આ સીટી બસી શહેરના અલગ અલગ વિસ્તારમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દોડશે. સીટી વિસ્તારમાં આ સીટી બસનું રૂ. 5 અને છેલ્લા સ્ટેશને કે નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રૂ.10નું ભાડું રાખવામાં આવ્યું છે. જે રીક્ષાના રૂ.20નું ભાંડું કરતું સસ્તું છે. એટલે લોકોને હવે સીટી બસની સુવિધાઓથી રિક્ષાના વધુ ભાંડા ચૂકવવા નહિ પડે. મોરબી નજીકના લજાઈ, ઘુંનડા, નાની વાવડી, રફાળેશ્વર, લીલાપર અને સામાકાંઠે સુધી સીટી બસો દોડાવવામાં આવશે. એટલે સીરામીક સહિતના અન્ય ઉધોગના શ્રમિકોને પણ આ સીટી બસનો લાભ મળશે. જેમ જેમ જરૂરિયાત પડે તેમ તેમ જે તે વિસ્તારમાં બસ શરૂ કરાશે અને આ 11 સીટી બસોનો બે દિવસમાં રૂટ અને ટાઈમ ટેબલ નક્કી કરી દેવામાં આવશે અને ફરીથી આ બસો બંધ ન પડે તેની પૂરતું તકેદારી રખાશે તેમ ધારાસભ્ય અમૃતિયાએ જણાવ્યું હતું.
આ તકે પ્રારંભ વખતે ધારાસભ્ય અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપ કૈલા, સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા








