MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વાવડી ચોકડી નજીક સતનારાયણ ગૌશાળા પાછળ તળાવમાં ડુબી જવાથી બાળકનું મોત

મોરબી તળાવમાં ન્હાવા પડેલ પાણીમાં ડૂબી જતાં સગીરનુ મૃત્યુ

મોરબીના વાવડી ચોકડી નજીક આવેલ ગૌશાળા પાછળ તળાવમાં ન્હાવા પડેલા બાળકો પૈકી એક સગીર બાળકનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

મોરબી ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના વાવડી ચોકડી વિસ્તાર નજીક ગૌશાળા પાછળ આવેલા તળાવમાં ઘણા બાળકો ન્હાવા ગયેલા જે પૈકી માહિર અતુલભાઈ ટિકરિયા ઉ.15 નામનો બાળક પાણીમાં ડૂબી જતાં ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ બાળકને બચાવવા માટે પળવારનો વિલંબ કર્યા વગર બનાવ સ્થળે દોડી ગયા હતા પરંતુ 20 મિનિટની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો.
[wptube id="1252022"]








