KADIMEHSANA

ગાંધીના અહિંસક ગુજરાતમાં ૫૦થી વધુ લોકોનું ટોળું બાઈક પર હથિયારો સાથે નીકળી મચાવ્યો આતંક

મહેસાણાના કડીમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. કડીમાં 50થી વધુ બાઈકો સાથે ટોળાએ આતંક મચાવ્યો છે. ગઈકાલે રાત્રે ટોળાએ અનેક દુકાનોમાં તોડફોડ કરી હતી. અસામાજિક તત્વોએ જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ ડીવાયએસપી, એલસીબી, એસઓજી, નંદાસણ, લાંઘણજ, મહેસાણા અને કડીની પોલીસ સ્થળ પર પહોંચી હતી.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તો સ્થાનિકોએ આતંક ફેલાવનારા અસામાજિક તત્વો સામે કડક પગલા ભરવાની માગ કરી છે. મહત્વનું છે કે, ગઈકાલે રાતના સમયે અચાનક 50થી વધુ લોકોનું ટોળુ રસ્તા પર નીકળી પડ્યું હતું અને ટોળામાં રહેલા લોકો હથિયારો સાથે હતા ઉપરાંત મોટેથી બુમો પાડી પાડીને બેફામ ગાળો પણ બોલી રહ્યા હતા.

ટોળાએ એક પાર્લર તેમજ નાસ્તા સેન્ટર પર તોડફોડ કરી હતી, એટલું જ નહીં એક ઈસમને છુટા હાથે માર પણ માર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button