MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાંથી ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા….

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાંથી ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા…. રીપોર્ટર અજુનસિહ વાળા વાંકાનેર


વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ગઇકાલે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી ખનીજચોરી કરતા બે ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાં આવેલ ભરતસિંહ જાડેજા નામના ખેડૂતની વાડીની બાજુમાં છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજચોરી ચાલતી હોય જેમાં ગઈકાલ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી ખનીજચોરી કરતા GJ 36 V 3269 અને GJ 36 V 8672 નંબરના બે ડમ્પર અને એક હિટાચી મશીનને જપ્ત કરવામાં આવ્યા હતા. બાબતે ખાણ ખનીજ વિભાગની સતર્કતાથી વાંકાનેર વિસ્તારના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે…

[wptube id="1252022"]
Back to top button