MORBI:મોરબીમાં સ્વચ્છતાના નામે મીંડું!સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણમાં ૨૭૫ માં ક્રમે!

મોરબીમાં સ્વચ્છતાના નામે મીંડું!સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણમાં ૨૭૫ માં ક્રમે!

(શ્રીકાંત પટેલ-મોરબી)
મોરબી નગરપાલિકા સ્વચ્છતા અભિયાન માં નિષ્ફળ રહી છે.
મોરબી શહેર વર્ષ ૨૦૨૨ ની સરખામણીએ ૨૦૨૪માં ગંદકીનું પ્રમાણ વધ્યું હોય તેવો રીપોર્ટ આવ્યો છે. સ્વચ્છતા અભિયાન નાં સર્વેક્ષણ માં મોરબી નગરપાલિકા નો ૨૭૫ મો ક્રમાંક આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્વચ્છતા અભિયાન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ માટે સ્થાનિક નગરપાલિકાઓને પણ શહેરને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે. તેમ છતાં નગરપાલિકા પાલિકાનાં જવાબદાર અધિકારી અને સત્તાધિશોની ઘોર બેદરકારીનાં કારણે મોરબી શહેરમાં ગમે ત્યાં કચરાના ઢગલાઓ અને ઉભરાતી ગટરો જોવા મળે છે નદી ચોખ્ખી રાખવાનું જીલ્લા ફરીયાદ અને સંકલન સમિતિ માં ધારાસભ્યો દ્વારા રજુઆત થાય છે પણ તંત્ર એટલું નીંભર બની ગયું છે કે ધારાસભ્યો ની વાત ને પણ ગણકારતા નથી. લાતી પ્લોટ ૬ નંબર નાં ખુણા પર કાયમી ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ ઉપર વહે છે. લોકોએ નગરપાલિકામાં ફરીયાદો કરી છે પણ કોઈ કામગીરી થઇ નથી. તે દરેક બાબતમાં સરકારના સ્વચ્છતા અભિયાનમાં મોરબી પાલિકાનો નેશનલ લેવલે ૨૭૫ મો ક્રમ આવ્યો છે જે નગરપાલિકા નાં અધિકારીઓ અને પદાધિકારીઓ માટે ખુબજ સરમજનક કહી શકાય તેવી હકીકત સામે આવી ગઇ છે.









