
ટંકારા :હડમતિયા પ્રા.અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ચંદ્રયાન -૩ નું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું
તાળીઓના ગડગડાટ સાથે વિધાર્થીઓ ખુશ જોવા મળ્યા

14 જુલાઇ શુક્રવારના દિવસે શ્રીહરિકોટાથી સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-૩ પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્ર માટે ઉડાન ભર્યું હતું. જે આજે તા. ૨૩/૮/૨૦૨૩ ના રોજ ચંદ્રની સપાટી ઉતરવાનું હોય. આ અદભુત ક્ષણ જોવા માટે શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળા અને કુમાર શાળા તેમજ *એમ.એમ. ગાંધી વિધાલય ના વિધાર્થીઓ તેમજ કન્યા તાલુકા શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ સિણોજીયા , કુમાર શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ ધાનજા,એમ.એમ. ગાંધી વિધાલયના આચાર્યશ્રી ધનશ્યામભાઈ અઘારા તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા આ માટે શિક્ષકો દ્વારા અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]








