MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારામાં મેઘરાજા દે ધનાધન : બે કલાકમાં બે ઇંચ વરસાદ

ટંકારામાં મેઘરાજા દે ધનાધન : બે કલાકમાં બે ઇંચ વરસાદ

ખેતરોમાં આકાશી કાચું સોનું વરસ્યુ.

ટંકારા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગત સાંજે 2 કલાકમાં ટંકારામાં મેઘરાજાએ સટાસટી બોલાવી બે ઇંચ વરસાદ વરસાવ્યો છે. કુલ 48 mm સાથે સિઝનનો કુલ વરસાદ 183 mm પહોચ્યો છે.

બિપરજોય વાવાઝોડાને કારણે આવેલા વરસાદ બાદ ખેડૂતો એ વાવણી કરી લીધી હતી અને અમી છાંટણાં ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે મેહુલિયો મન મૂકીને મંડાણ કર્યુ હોય ધરતીપુત્ર ખુશ ખુશાલ થયા છે.

[wptube id="1252022"]
Back to top button