JETPURRAJKOT

જેતપુરના મોણપર ગામના આધેડની હત્યાનાં આરોપી પિતા પુત્ર પોલીસ સકંજામાં, અન્ય ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી

તા.૮ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરના મોણપર ગામના આધેડની હત્યાની ફરીયાદમાં પોલીસે આરોપી એવા પિતા પુત્રની ધરપકડ કરી હતી. જ્યારે કાવત્રા, રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા હેઠળ બાકીના ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

જેતપુર તાલુકાના મોણપર ગામના એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ચાલતી સાડીઓના ધોલાઈ ઘાટની માથાકૂટમાં થયેલ જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલની હત્યામાં તેમના ભત્રીજા કિશોરભાઈ ધાંધલે તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યા, કાવત્રા, રાયોટીંગ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.જે ફરીયાદના અનુસંધાને પોલીસે બાઘુ ભીમા ધાંધલ તેમજ તેના પુત્ર રવુભાઈ સામે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી હતી. જ્યારે આજ બનાવમાં અન્ય ચાર શખ્સો જેમાં ભાવેશભાઈ ભીખુભાઇ ધાંધલ, પ્રકાશભાઈ દાદભાઈ ધાંધલ અને દેવકુભાઈ દાદભાઈ ધાંધલ રહે તમામ મોણપર અને મુન્નાભાઈ ઉર્ફે ભુપતભાઇ ભીખુભાઇ ધાંધલ રહે જેતપુર સામે કાવતરું, રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળની કલમ હેઠળ ગુન્હો નોંધાયા બાદ તેઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગે ડિવાયએસપી રોહિત ડોડીયાએ જણાવેલ કે, આરોપીઓને સાડીઓના ધોલાઈ ઘાટના ધંધા બાબતે માથાકૂટ ચાલતી હતી જેમાં ગતરોજ વશેલી સવારે કટુભાઈને આરોપીઓ મારવા માટે તેમના ઘરે ગયેલ હતાં. પરંતુ કટુભાઈ તેઓથી બચી પોલીસ ફરીયાદ નોંધાવવા આવતા હતાં ત્યારે આરોપી પિતા પુત્રએ તેમને રસ્તામાં આંતરી હત્યા નિપજાવી નાંખી હતી. આરોપીઓ સામે અગાઉ પણ માથાકૂટની ફરીયાદો નોંધાયેલ છે.

[wptube id="1252022"]
Back to top button