TANKARA:ટંકારામાં કોરીંગા પરિવાર અને આર્ય વિદ્યાલયમના સંયુક્ત ઉપક્રમે M-CET પરીક્ષા લેવાશે

TANKARA:ટંકારામાં કોરીંગા પરિવાર અને આર્ય વિદ્યાલયમના સંયુક્ત ઉપક્રમે M-CET પરીક્ષા લેવાશે
ટંકારાના સ્મૃતિશેષ મેહુલભાઈ કોરીંગા પોતાના કાર્યોથી ભારતનો સર્વશ્રેષ્ઠ તાલુકો ટંકારા બનાવવાના નિર્ધારથી સરકારી નોકરી છોડીને કેળવણીના ક્ષેત્રની સાથે અનેકવિધ સેવા કાર્યની શરૂઆત કરેલ, તેમના કાર્યોને આગળ ધપાવવા માટે M-CET ના માધ્યમ દ્વારા દિકરીઓની પરીક્ષા લઈ શિક્ષણમાં મદદગાર થવાના ભાવ સાથે વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરેલ છે.ઉંડાણના ગામમાં અથવા વધુ ભાઈ – બહેન હોવાના કારણે ગામની સરકારી શાળાનું શિક્ષણ પૂર્ણ કરી, અધવચ્ચે કોઈ દીકરીનું શિક્ષણના છૂટે તેવા ઉદેશ્યથી અને ધોરણ 10 પછી દીકરીઓનું શિક્ષણ છૂટે નહીં તેના ભાગ રૂપે આયોજન કરેલ છે.આ પરીક્ષા મેહુલભાઈને સમર્પિત છે. દીકરીઓને ભણવામાં મદદરૂપ થઈ શકાય.અને આ પરીક્ષામાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારને નીચે મુજબ ત્રણ સ્લેબમાં શિષ્યવૃત્તિ આપવામાં આવશે.100 %75 %50 % વધુમાં વધુ દીકરીઓ પરીક્ષા આપે અને ઉપરના સ્લેબ મુજબ શૈક્ષણિક ફી નો લાભ મેળવે એ માટે કોરીંગા પરિવાર અને આર્યમ વિદ્યાલય દ્વારા આહવાન કરવામાં આવેલ છે.