GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની પી.જી.પટેલ કોલજ દ્વારા સામુહિક સૂર્ય-નમસ્કાર નું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલજમાં સામુહિક સૂર્ય-નમસ્કાર નું આયોજન

અભ્યાસની સાથે વિધાર્થીઓના સ્વાસ્થ્ય અંગે પણ પણ સતત પ્રવૃત રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમના સહયોગથી સામુહિક સૂર્ય-નમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા સામુહિક સૂર્ય-નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનવ્યો છે અને સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી છાપ છોડીને અબિત કર્યું છેકે ઝડપી આર્થીક વિકાસ અને ભૌતિક સુખાકારી ની સાથે સાથે સ્વાસ્થ્ય સબંધી મુદ્દાઓમાં પણ ગુજરાત અગ્રેસર બનવા તરફ ગતિ કરી રહ્યું છે જેને અનુમોદન આપવા અંતર્ગત મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખશ્રી દેવકરણભાઈ તથા આચાર્યશ્રી ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમના સહયોગથી સામુહિક સૂર્ય-નમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામુહિક આયોજન માં પી.જી.પટેલ કોલેજના સ્ટાફ અની વિધાર્થીઓ મોટી સંખ્યામાં જ્પ્ડાયા હતા.આ તકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની ટીમ દ્વારા વિધાથીઓને સૂર્ય-નમસ્કારની ક્રિયાનું નિદર્શન, તેનાથી થતા વિવિધ ફાયદાઓ અને તેનું વૈદિક મહત્વ સમજાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button