
તા.૧૫ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ તા.૧૫ માર્ચ – પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-NA સીરીઝનું ઓક્શન તા. ૨૩-૦૩-૨૦૨૩ ના રોજ કરવામાં આવનાર છે. GJ-03-NA સીરીઝ તથા અગાઉની ગોલ્ડન તેમજ સિલ્વર નંબરની સીરીઝના નંબરોના મેળવવા ઈચ્છુક વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન http:/parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓક્શનમાં ભાગ લઈ શકશે.

આ માટે parivahan.gov.in વેબસાઈટ પર જવુ, વેબસાઈટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું, ત્યાર બાદ fancy number booking પર ક્લિક કરવું, જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું, આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું, પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવી, ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો, હરાજીમાં નંબર મેળવ્યા બાદ “પ” દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી, હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપ્રૂવલ લઈ નંબર મેળવવો, વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.
મોટર સાયકલની સીરિઝ GJ-03-NA તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન ઓક્શન થશે. ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૩ સાંજે ૪:૦૦ કલાક થી તા.૨૯/૦૩/૨૦૩ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.૨૯/૦૩/૨૦૨૩ માજે ૦૪:૦૧ કલાક થી તા.૩૧/૦૩/૨૦૨૩ ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૩૧/૦૩/૨૦૨૩ માર્જ ૦૪:૧૫ ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે. વાહન વેચાણ તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી, તેમ પ્રાદેશિક વાહન વ્ય્વહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.








