
શ્રી શક્તિ માતાજી તથા મેલડી માતાજી નો માંડવો યોજાયો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
હાલના હળાહળ કળિયુગમાં લોકોને આદ્યશક્તિ ઉપર શ્રદ્ધા અને ભરોસો વધ્યા છે. અનેક સ્થળે માતાજીના માંડવા અને નવરંગ માંડવામાં આયોજન થાય છે તે ઉપરથી માનવું જ પડે! આવો એક શ્રી શક્તિ માતાજી અને મેલડી માતાજીનો માંડવો નવા દેવડીયા ગામે દેગામા પરિવારનો યોજાયો હતો. જેમાં સવારે માંડવા મુહૂર્ત બાદ સાંજે ભુવાના સામૈયા થયા હતા. આ માંડવા નો કાર્યક્રમ ધાર્મિક અને આધ્યશક્તિ ની ઉપાસના નો હોય માતાજીમાં શ્રદ્ધા ધરાવતા મોરબીના બે આગેવાનો હરિભાઈ રાતડીયા અને શ્રીકાંત પટેલ બન્ને એ માતાજીના માંડવા માં હાજરી આપતા આ બન્ને નું શાલ ઓઢાડીને ચોંડા ભુવાએ સન્માન કર્યું હતું. રાત્રે માંડલુ ના કાર્યક્રમોમાં રાવળદેવ નાથા રામજી સોલંકી કાનાભાઈ માવજીભાઈ કડીવાર અને વશરામ રામજી રાજપરા નો ડાક નો તાલ હતો જ્યાં શ્રદ્ધાને વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર નથી આ માંડવે પણ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ઘર વિધિ નો માંડવો હતો.









