HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે

હળવદ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે

ઉમેદવારોએ આગામી ૧૭ જુલાઈ-૨૦૨૩સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ ૧૭ જુલાઈ સુધીમાં ઉમેદવારે રૂબરૂ કચેરીના કમકાજના સમયે અરજી ફોર્મ રૂ.૫ની ફી સાથે ભરવાનું રહેશે.

સંચાલક તરીકે મહિલા તથા અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ઉપરાંત પુરૂષ પણ અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે.

હળવદ મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૧૭-૦૭-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી હળવદનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ હળવદ મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button