GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana :માળીયા(મી)-કચ્છ ને.હાઇવે ઉપર ડમ્પરે ત્રિપલ સવાર મો.સાયકલને ઠોકરે ચડાવતા બે યુવતીના મોત

MALIYA (Miyana :માળીયા(મી)-કચ્છ ને.હાઇવે ઉપર ડમ્પરે ત્રિપલ સવાર મો.સાયકલને ઠોકરે ચડાવતા બે યુવતીના મોત

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર કાજરડા ગામે મેળામાંથી સાંજના પોતાની ભાવિ પત્ની અને સાળીને તેના ઘેર પરત મુકવા જતા સમયે ત્રિપલ સવારી બાઇકને ડમ્પરે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં બે યુવતી પૈકી એક ઉપર કાળમુખા ડમ્પરનું વ્હીલ માથા ઉપર ફરી વળ્યું હતું તથા બીજી યુવતી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજાઓ થતા બંનેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતા અકબર ગફુરભાઈ માણેકે માળીયા પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતાના ગામના આવેલ સલમાનપીરની જગ્યામાં મેળો યોજાયો હોવાથી અકબર સુરજબારી ગામે તેની સગાઇ થઈ હોવાથી તેની મંગેતર મુશ્કાન સિકંદરભાઇ મુલા અને તેની સાળી જશીબેન સિકંદરભાઈ મુલ્લાને મેળામાં ફરવા માટે બાઈક લઈને તેડવા ગયો હતો અને સાંજે મેળો માણી પોતાની ભાવિ પત્ની અને સાળીને પરત મુકવા જતો હતો ત્યારે દેવ સોલ્ટ નજીક મોરબી તરફથી આવતા જીજે-૧૨-બીઝેડ-૯૧૬૪ નંબરના ડમ્પર ટ્રકે ઠોકર મારતા મુશ્કાન અને જસીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ડમ્પર ચાલક પોતાના હવાલવાળું વાહન મૂકી નાસી ગયો હતો જેવી ફરિયાદ નોંધાવતા માળીયા(મી)પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button