GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)આમ આદમી પાર્ટી દ્વારા માળિયા મિયાણા ના આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લેતા તથ્ય આવ્યું સામે

આમ આદમી પાર્ટી દ્વારા માળિયા મિયાણા ના આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લેતા તથ્ય આવ્યું સામે


માળિયાની જનતાની અવાર નવાર અનેક પ્રશ્નો ધ્યાને લઈ આજ રોજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જીલ્લા મહામંત્રી એડવોકેટ ભાવિન પટેલ અને જીલ્લા યુવા ઉપપ્રમુખ પરિમલ કૈલા એ માળિયા યુવા ટીમ તૈયબભાઈ, અલ્તાફભાઈ, રીઝવાનભાઈ તથા અન્ય યુવા કાર્યકર્તાઓને સાથે રાખીને માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની તપાસ કરતા જાણવા મળતી વિગતો મુજબ આંખનો વિભાગ, કાન ગળાનો વિભાગ, અન્ય સારવારના વિભાગો બંધ હોય, તજજ્ઞ વર્ગના ૫ અધિકારી માંથી એક પણ અધિકારીની નિમણુક ન હોઈ તથા અધ્યક્ષની પણ નિમણુક ના હોય તજજ્ઞ વર્ગ ૨ વાળા અધિકારીની એક જ નિમણુક હોઈ ૭ તબીબ માંથી ૧ તબીબ આખું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાવતા હોય, સફાઈ કામદારોની એક પણ નિમણુક ન હોઈ કુલ ૫૧ જગ્યા માંથી ૯ વ્યક્તિની જ નિમણુક હોઈ આ રીતે આ પ્રશાસન કામ કરી રહ્યું છે. જેમાં બાથરૂમ અને વોર્ડની હાલત ખુબજ ગંદકી વળી અને દયનીય છે. માળિયા મિયાણા ગુજરાતની બહારનું કોઈ શહેર હોઈ એ રીતે કોઈ અધિકારીઓ કે પદાધિકરીઓ જતું ન હોઈ તેવી રજૂઆત મળતા લોકો ની વારે આવેલ આમ આદમી પાર્ટીની ટીમ.

[wptube id="1252022"]
Back to top button