MALIYA (Miyana)માળિયા તાલુકાના કુંતાશી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

માળિયા તાલુકાના કુંતાશી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાના લાભોથી લાભાન્વિત કરાયા

ઘરે ઘરે સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ત્રણ રથ પરિભ્રમણ કરી રહ્યા છે. જે અન્વયે માળિયા તાલુકાના કુંતાશી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આજરોજ તા. ૨૩/૧૧/૨૦૨૩ના રોજ આગમન થયું હતું.
આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સબોધકુમાર દુદખીયા, મામલતદારશ્રી શાંતિબેન ઢીલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એમ.વાઘેલા, અગ્રણી સર્વશ્રી અશોકભાઈ બાવરવા, મણીભાઈ સરડવા, મનીષભાઈ, નીરમલસિંહ જાડેજા, ગોપાલભાઈ સરડવા, ગામના સરપંચશ્રી રમેશભાઈ, તલાટી સહ મંત્રી સપનાબેન ગોગરા તેમજ આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .








