Halvad:હળવદના ઘનશ્યામગઢ ગામે ઘર પાસે રિક્ષા લઇને ન નીકળતો નહીતર યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી

Halvad:હળવદના ઘનશ્યામગઢ ગામે ઘર પાસે રિક્ષા લઇને ન નીકળતો નહીતર યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી- વિશાલ જયસ્વાલ હળવદ

હળવદના ઘનશ્યામગઢ ગામે લક્ષ્મીબેન ના દિકરા ઋત્વીકને એ જ્યોતીષભાઈ પોપટભાઈ ગોપાણી પોતાના ઘર પાસેથી રીક્ષા લઇ નીકળતો નહી નકર જીવતો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.આ બાબત ને લઇ લક્ષ્મીબેન એ જ્યોતીષભાઈ પોપટભાઈ ગોપાણી ને કહ્યું કે મારા દિકરાને તમારા ઘર પાસેથી આવવાની કેમ ના પાડો છો? તેવો ઠપકો આપતા જ્યોતીષભાઈ પોપટભાઈ ગોપાણી એ ઉશ્કેરાઇ જઇ લાઇટના કેબલ વડે લક્ષ્મીબેન ને જમણી બાજુ પેટના ભાગે તથા માથાના ભાગે માર મારી તથા શંકરભાઈ પોપટભાઈ ગોપાણીએ લાકડી વડે લક્ષ્મીબેનના સાથળના ભાગે માર મારી મુંઢ ઇજા કરી તથા જ્યોતીષભાઇના પત્નીએ લક્ષ્મીબેન ની દિકરી પ્રિયાને પકડી રાખી ઝપાઝપી કરી થતા સાહેદ પ્રિયાની છેડતી કરી હતી.આ બનાવ અંગે લક્ષ્મીબેન રતિલાલ થરેસા એ તે ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.








