MALIYA (Miyana): માળિયા પથકમાંથી સગીરાનું અપરણ ગુનામાં પાંચ માસથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો

MALIYA (Miyana): માળિયા પથકમાંથી સગીરાનું અપરણ ગુનામાં પાંચ માસથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર મોરબી કચેરીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં આરોપી ક્રિષ્ના ઉર્ફે કનૈયા રતીરામ કુછવાહ રહે મધ્યપ્રદેશ વાળો ઇસમ પાંચ માસથી નાસતો ફરતો હતો જે આરોપી માળિયાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો જેથી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમે મધ્યપ્રદેશ ખાતે તપાસ ચલાવતા આરોપી અને ભોગ બનનાર બંને મળી આવ્યા હતા જેથી આરોપી ક્રિષ્ના ઉર્ફે કાનીયા રતીરામ કુછવાહને માળિયા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા
જ્યાં આરોપીની પૂછપરછ કરતા આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્યના સાગર જીલ્લાના સુરખી થાણામાં ૪ ગુના નોંધાયેલા છે આરોપી વિરુદ્ધ ૨ ચોરીના ગુના, ૨ મારામારીના ગુના જેમાં એક ગંભીર ગુનો સહિતનાઓમાં આરોપી સંડોવાયેલ હોય અને ૧ મારામારીના ગુનામાં નાસતો ફરતો હોવાનું ખુલ્યું છે જે ઈસમને સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે